મોરબીઃ જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી 2 ડેમમાં ન્હાવા પડેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માનસર ગામેથી કેટલાક મિત્રો શીરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમાં નહાવા માટે ગયાં હતાં. જેમાંનો એક યુવક મેહુલભાઈ હકાભાઇ ડાભી (ઉંમર વર્ષ ૨૨) ડેમના પાણીમાં ડૂબી ગયો હોવાનું સાથી મિત્રોને ધ્યાને આવ્તાયું હતું. આ મિત્રોએ શોધખોળ કરવા બૂમાબૂમ કરી મૂકી હતી જેને લઇને આસપાસના લોકો અને ગ્રામજનો દોડી આવ્યાં હતાં. પ્રાથમિક શોધખોળ બાદ યુવક ન મળતાં તંત્રને જાણ કરવામાં આવી હતી. તે બાદ ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળ્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના બ્રાહ્મણી-2 ડેમમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો - બ્રાહ્મણી 2 ડેમ
હળવદ તાલુકાના શીરોઈ ગામ નજીક બ્રાહ્મણી-૨ ડેમમાં ન્હાવા ગયેલ ૨૨ વર્ષીય યુવાન ડૂબી ગયો હોવાનું સામે આવ્યું હતું. આસપાસના લોકોએ તંત્રને જાણ કરતાં તરવૈયાઓ દ્વારા ડેમના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
![હળવદના બ્રાહ્મણી-2 ડેમમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદના બ્રાહ્મણી 2 ડેમમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7737566-thumbnail-3x2-yuvan-mrutdeh-gj10004.jpg?imwidth=3840)