બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના મહિલા PSI એલ. બી. બગડાને લજાઈ ગામે અજાણી 4 થી 5 મહિલા બાળકીને ઉપાડી ગયાના વીડિયો સોશ્યલ મિડીયા દ્વારા જાણ થતાં ફરિયાદની રાહ જોયા વગર બિટ જમાદાર પ્રફુલ્લભાઈ પરમાર, ભાવેશ વરમોરા, બિપીન પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા લજાઈ ગામના છેવાડાના વિસ્તારમાં શ્રમજીવી પરિવાર કાલિચરણ ઓમપ્રકાશની સાથે રહે છે.
ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા લજાઈ ગામના છેવાડાના વિસ્તારમાં શ્રમજીવી પરિવાર કાલિચરણ ઓમપ્રકાશ નીસાદ રહે છે. જેનુ દોઢ વર્ષનું બાળક 14 જાન્યુઆરીના સાંજે ઘરની બહાર રમતા-રમતા નિકળી ગયું હતું. તે સમયે ખેતીની મજૂરી કરવા આવેલા કમલીબેન લજાઈ ખરીદી અર્થે ગામે આવ્યા હતા અને ખેતરે જતા હતા. ત્યારે માસૂમના રડવાનો અવાજ સાંભળીને બાળકને તેડી વાલી વારસાની ઓળખ મેળવવા મથામણ કરી હતી. પરંતુ કોઈ વાલી ન મળતાં ઢળતી સાંજે ગામની નજીક વાડીએ બાળકને લઈ ગયા હતા અને માતા-પિતાને શોધતા કમલીબેને તેના પતિ અને વાડી માલિકને જાણ કરી હતી.
જ્યારે દોઢ વર્ષનો માસૂમ ગુમ થતા માતા-પિતા દોડધામ કરી ગામમા પુછપરછ કરી હતી. પરંતુ કોઈ ભાળ ન મળતાં ગામના યુવાનોએ સોશ્યલ મિડીયામા બાળકીને અજાણ્યા ચાર થી પાંચ મહીલા લઈ ગઈ છે. તેવી ટુક વિગત સાથે ફોટો શેર કરતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગણતરીની મિનિટોમાં ગુમ થએલ માસુમ બાળકને શોધી માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો.
જયારે દોઢ વર્ષના માસૂમ ગુમ થતા માતા-પિતા દોડધામ કરી ગામમા પુછપરછ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતાં ગામના યુવાનોએ સોશ્યલ મિડીયામા બાળકીને અજાણ્યા ચાર થી પાંચ મહીલા લઈ ગઈ છે. તેવી ટુંક વિગત સાથે ફોટો શેર કરતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગણતરીની મિનિટોમાં ગુમ માસુમ બાળકને શોધી માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો.