- મોરબીના વાંકાનેરમાં શ્રમિકની હત્યાનો મામલો
- મારૂતિ મિનરલના કારખાનામાં થઈ હતી માથાકૂટ
- શ્રમિક અને સુપરવાઈઝર વચ્ચે થઈ હતી બોલાચાલી
- સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને માર્યા હતા છરીના ઘા
મોરબીઃ વાંકાનેર તાલુકાની હદમાં આવેલા મિનરલ કારખાનામાં માટી ખાતા સુપરવાઈઝર અને શ્રમિક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને છરીના ઘા માર્યા હતા, જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ મામલે સુપરવાઈઝરની ધરપકડ કરી છે.
પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી
આ હત્યાના બનાવ મામલે સુરેશ બિલાવાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાયાતી જાંબુડિયા ગામ નજીક મારૂતિ મિનરલના માટી ખાતાના માસ્તર જગદીશ ચાવડા અને જામસીન ધારજી બિલાવાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આમાં પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા શ્રમિક જામસિંગ બિલાવાલે ના કહી એટલે બંને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાઈ ગયેલા જગદીશ ચાવડાએ છરીનો ઘા ઝીંકી દેતા જાસમીનનું મોત થયું હતું. તો છરીના ઘા ઝીંકી આરોપી નાસી ગયો હતો. આ હત્યાના બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ રામદેવસિંહ જાડેજા અને વિઠ્ઠલ સારેચીયાની ટીમ ચલાવી રહી છે. આરોપી સુપરવાઈઝર જગદીશ ચાવડા થાનગઢનો રહેવાસી છે. આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાશે તેમ પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.