મોરબી: જિલાલામાંથી રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર રૂટ પર એસટી બસો ચાલુ કરવામાં આવી છે. જેમાં મોરબીથી સુરેન્દ્રનગર, મોરબી-જમનગર અને મોરબીથી રાજકોટ એસટી બસો શરૂ કરવામાં આવી છે. મોરબીથી સુરેન્દ્રનગર એક અને મોરબી-જામનગર સવારે અને બપોરે રૂટ શરૂ કરવામાં આવ્યા હતા.
જ્યારે મોરબી રાજકોટ વચ્ચે દૈનિક અપડાઉન કરનારો મોટો વર્ગ હોય છે. તેમજ મોટાભાગના લોકો રાજકોટની બસો ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે 10 બસો દરરોજ દોડવાની હોવાથી પ્રવાસીઓને રાહત મળી છે.