મોરબીની જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રહેલી એકમાત્ર લીફ્ટ છાશવારે બંધ જોવા મળે છે. ગુરૂવારે સવારથી લીફ્ટ બંધ હતી, જેને પગલે બીમાર અને અશક્ત દર્દીઓને નાછુટકે પગથીયા ચડવા ઉતરવાની ફરજ પડી હતી. તે ઉપરાંત સવારમાં દવાનો જથ્થો આવી પહોંચ્યો હતો, જે પણ નીચે લીફ્ટ પાસે જ ગોઠવીને મૂકી દેવાયો હતો.
![sport photo](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/r_gj_mrb_06_04apr_morbi_civil_lift_bandh_photo_03_av_ravi1554380140584-61_0404email_00495_837.jpg)
સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સીડી ચડીને તો દવાનો જથ્થો તેના નિયત સ્થાન સુધી પહોંચાડે નહિ અને લીફ્ટ બંધ હતી એટલે દવાનો જથ્થો પણ ત્યાં જ પડેલો જોવા મળ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલના નિમ્ભર અધિકારીઓને દર્દીની પરેશાની સાથે કશી લેવાદેવા જ ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને સંવેદનહીનતાના ઉદાહરણ પુરા પાડી રહ્યા છે.