વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ જાગૃત થાય, તેનામાં વક્તૃત્વ કળાનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ આદર્શ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા તત્પર બને તે હેતુસર આ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામ આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદનના મતે યુવાન, સામાજીક સુરક્ષા-જવાબદારી કોની? જીવન મા સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? સ્વામી વિવેકાનંદના આદર્શો અને મૂલ્યો, રાષ્ટ્રીય એકતાને તોડનાર તથા જોડનાર પરિબળો સહીતના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું.
વકૃત્વ સ્પર્ધામા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યાં હતા. આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.