ETV Bharat / state

મોરબી પુલ દુર્ઘટના સંબધિત કેસો લડવા ખાસ સરકારી વકીલની નિમણુક - S K Vora appointee

મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં(Bridge tragedy in Morbi) 135 લોકોના મોત થયા હતા. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલ એસ.કે. વોરાની નિમણુક(Special Public Prosecutor S.K. Vora appointee) કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના સરકારી વકીલ એસ કે વોરા ઝૂલતા પુલ સંબંધિત કેસો લડશે.(Cases related to morbi bridge tragedy)

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

author img

By

Published : Dec 11, 2022, 6:15 PM IST

મોરબી: મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં(Bridge tragedy in Morbi) 135 લોકોના મોત થયા હતા. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક(Special Public Prosecutor S.K. Vora appointee) કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના સરકારી વકીલ એસ કે વોરા બ્રિજ દુર્ઘટના સંબંધિત કેસો(Cases related to morbi bridge tragedy) લડશે.

સરકારી વકીલની નિમણુક: મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 135 લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદને આધારે મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલતો હોય જે માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાની નિમણુક કરવામાં આવી છે.

પુલ તૂટતાં 135થી વધુના મોત: મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ તા. 30 ઓક્ટોબરના રોજ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા. જે દુર્ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી નવ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જે કેસ લડવા માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે. રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે મુકવામાં આવ્યા છે જે ઝૂલતો પુલ સંબંધિત કેસો લડશે.

પાલિકાની બેદરકારી: મોરબી પાલિકાની માલિકી વાળા ઝૂલતાપુલનું સંચાલન પાલિકાના જનરલ બોર્ડમાં કોઈ પણ ઠરાવ કર્યા વગર ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દેવામાં આવ્યું હતું જેનું રિપેરિંગ કામ કર્યા પછી નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે તા 30 ઓક્ટોમ્બરે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કરીને બાળકો, સગર્ભા મહિલા વૃદ્ધો સહિતનાપુલના કાટમાળ સાથે નીચે પડ્યા હતા અને 135 લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા હતા જેથી આ ઘટનાને સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.