ETV Bharat / state

મોરબીના ટંકારામાં તસ્કરો ત્રણ મંદિરમાંથી આખેઆખી દાનપેટી ચોરી ગયા - જડેશ્વર મહાદેવ

મોરબીના ટંકારામાં તસ્કરો એટલા બેફામ બન્યા છે કે તેમને હવે ભગવાનનો ડર પણ નથી રહ્યો. ટંકારામાં તસ્કરો ત્રણ મંદિરમાં ઘૂસી આખેઆખી દાનપેટી જ ચોરી ગયા છે. જોકે મંદિરના સીસીટીવી કેમેરામાં તસ્કરોનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો હોવાથી પોલીસે હવે તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી છે.

મોરબીના ટંકારામાં તસ્કરો ત્રણ મંદિરમાંથી આખેઆખી દાનપેટી ચોરી ગયા

author img

By

Published : Jan 1, 2021, 1:27 PM IST

  • મોરબીના ટંકારામાં ત્રણ મંદિરમાં દાન પેટી ચોરાઈ
  • તસ્કરોએ મંદિરમાં પડેલી દાન પેટી ઊઠાવી લીધી
  • તસ્કરોએ મંદિરને નિશાન બનાવી પોલીસને ફેંક્યો પડકાર

મોરબીઃ મોરબીના ટંકારામાં ત્રણ મંદિરના તાળા તૂટ્યા છે. બેફામ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર આપતા નાના જડેશ્વર મહાદેવ, સજ્જનપર ગામના ગાયની સમાધિ મંદિર અને ગણેશ પર ગામના મંદિરમાં એમ ત્રણ મંદિરને નિશાન બનાવ્યા છે અને અહીંથી આખેઆખી દાન પેટી જ ઊઠાવી ગયા હતા. પોલીસે મંદિરોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોના ચહેરા કેદ થઈ ગયા છે.

તસ્કરો એટલ બેફામ બન્યા છે કે મંદિરને પણ નથી છોડતા

પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. આગામી કોઈ મંદિરમાં ચોરી થાય તેની પહેલા પોલીસ તસ્કરોને પકડી પાડે તેવું લાગી રહ્યું છે. મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ, ચોરીના બનાવ સતત વધી રહ્યા છે. જોકે, તસ્કરોએ મંદિરની દાન પેટી પર દાનત બગાડતા લોકો હવે આવા તસ્કરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.