મોરબી ખાતે ઝૂલેલાલ ભગવાનની અંખડ જ્યોત યાત્રા 80 દિવસ બાદ સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન પહોંચી હતી. આ જ્યોતના દર્શનનો સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો. તેમજ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આ યાત્રા અંગે આયોજકોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના જલગાવ ખાતે સિંધી સમાજનું વિશાળ રામ ભગવાન, ઝૂલેલાલ ભગવાન અને હિંગળાજ માતાજીનું મદિર અને સંતો પ્રતિમા સાથે મ્યુઝીયમ તેમજ હોસ્પિટલ બનવા જઈ રહી છે. તેના પ્રચાર માટે આ યાત્રા નીકળી છે. તે લગભગ 3 વર્ષ દેશના જુદા જુદા 1500 શહેરમાં પસાર થશે. જેથી મોટી સંખ્યમાં સિંધી સમાજના લોકો આ જ્યોતિનો દર્શન લાભ લઇ શકે તેના માટે આ યાત્રા નીકળી છે.