- વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો અને મિત્રોને જોઈ હર્ષ અનુભવ્યો
- કોરોનાની ગાઈડલાઈન સાથે શાળામાં વિદ્યાર્થીઓએ કર્યો પ્રવેશ
- સોશિયલ ડિસ્ટન્સની રખાઈ ખાસ કાળજી
મોરબી : મહિનાઓ સુધી ઘરે રહીને તેમજ ઓનલાઈન શિક્ષણ લઈને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ મહિનાઓ બાદ પોતાના મિત્રોને અને શિક્ષકોને જોઇને ખુશ જોવા મળ્યા હતા. શાળાઓમાં પ્રવેશ સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ બાળકોને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મોરબીની મોટાભાગની શાળાઓમાં વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.
મિત્રો અને શિક્ષકોને મળીને વિદ્યાર્થીઓ ખુશખુશાલ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહિનાઓ બાદ શાળાઓ શરુ થતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળતા બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.