મોરબીઃ જિલ્લામાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વર્ષ 2017માં મંજૂરી વિના જાહેરસભા યોજવા બદલ જાહેરનામાં ભંગનો કેસ નોંધાયો હતો, જે કેસ ટંકારા કોર્ટમાં ચાલતો હતો.
આ કેસમાં 34માંથી 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે બે વ્યક્તિએ કેસ સ્વીકાર કરતા દંડ ભરી છૂટકારો થયો હતો. તે સિવાયના બાકી 30 આરોપીઓ જેમાં હાર્દિક પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા, રેશમા પટેલ, વરુણ પટેલ, મહેશ રાજકોટિયા સહિતના 30 આરોપી કોર્ટ મુદતે હાજર રહ્યા હતા.
આ કેસ અંગે સરકારી વકીલ પૂજાબેન જોશીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન્સ અનુસાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સીટીંગ MLA સામેના કેસો ડે ટૂ ડે ચલાવવાના હતા, જેથી ટંકારાના આ જાહેરના ભંગના કેસમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા સામેનો કેસ રોજે રોજ ચલાવવાની સૂચના મળતા આજે સોમવારની મુદતે આરોપીઓ હાજર રહ્યાં હતા. જો કે, સરકારે કેસ વિડ્રો કરવા માટે સૂચના આપી હોવાથી કલેક્ટરનો લેટર મળતા કોર્ટમાં કેસ વિડ્રો કરવામાં આવ્યો હતો.