આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજના યુવક-યુવતીઓ જોડાયા હતા. સાથે જ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ રથયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારોમાં વાણિજ્ય અને સરપંચ સહિતના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિના લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
![Morbi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjmrb0404julymacchumatajirathayatrascriptavbravi_04072019115140_0407f_1562221300_162.jpg)
સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં યોજાતી હોવાથી મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ હોય છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ રથયાત્રામાં SP, DYSP, PI અને PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.
![Morbi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjmrb0404julymacchumatajirathayatrascriptavbravi_04072019115140_0407f_1562221300_535.jpg)