મોરબી દિલ્હી સીજીએસટી કૌભાંડનો (Delhi CGST Scam) રેલો મોરબી પહોંચ્યો છે. રૂપિયા 2 કરોડની ચોરી ઝડપાઈ સેન્ટ્રલ જીએસટી હેડકવાર્ટર પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા જીએસટી ચોરીની તપાસ મોરબી સુધી લંબાવવામાં આવી છે. જેમાં મોરબીમાં એક ટ્રાન્સપોર્ટર અને ત્રણ કલોક મેન્યુફેક્ચર ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી પ્રાથિમક રૂપિયા 2 કરોડની જીએસટીની ચોરી ઝડપી પાડી ચોરીને લગતા જથ્થાબંધ ડોકયુમેન્ટ કબ્જે લેવાયા હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે. ચકાસણી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.
ચોરી કરવામા આવતી દિલ્હીથી કલોક મુવમેન્ટ (Delhi CGST Scam)લાવી ઓછી કીમતે વેચતા સેન્ટ્રલ જીએસટીના પ્રિવેન્ટીવ વીંગના સુપ્રિ.રાજેન્દ્ર મીના,જેડી પરમાર, પુરોહિત, અંકિતકુમાર સહિત ઈન્સપેકટરોની ટીમ દ્વારા મોરબીમાં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટરની ઓફિસ અને લાતી પ્લોટ તથા અન્ય વોલ કલોક મેન્યુફેકચર યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. અને ડોકયુમેન્ટની (GST evasion in Delhi) ચકાસણી હાથ ધરવામાં આવતા પ્રાથમિક તબ્બકે રૂપિયા 2 કરોડ જેવી રકમની સીજીએસટી ચોરીના ડેટા હાથ લાગ્યા હતા. તેની રીકવરી માટે પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી છે. સીજીએસટી ચોરીની મોડસ ઓપરેન્ડી આ કેસમાં બહાર આવી હતી. જેમાં દિલ્હીથી કલોક મુવમેન્ટ લાવીને તેને ઓછી કિંમતે વેચાણ કરી સીજીએસટીની ચોરી કરવામા આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
દિલ્હીથી આ રેકેટ સીજીએસટી વિભાગે (GST evasion in Delhi) વધુ તપાસ હાથ ધરી દિલ્હીથી આ રેકેટ ચલાવવામા આવતું હોવાનું બહાર આવ્યું છે. અને ત્યાં આગળ મુવમેન્ટની ઓછી કિંમત દર્શાવી કસ્ટમ્સની આંખમાં ધુળ નાખી કન્સાઈમેન્ટ કલીયર કરી માર્કેટમાં આ કલોક મુવમેન્ટ (CGST evasion modus operandi case) લાવવામા આવી રહી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ CGSTની તપાસમાં જે કલોક મુવમેન્ટની ઓછી કિંમત દર્શાવી મોરબીના કલોક મુન્યુફ્રેકચરને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યા બાદ સંભવિત આ બાબતે દિલ્હી CGST અને દિલ્હી કસ્ટમ્સને આ બાબતે જાણકારી આપવામા આવે તેવી સંભાવના છે. જેથી કરીને ભૂતકાળમાં આ રીતે અંડર વેલ્યુએશન કરી કેટલા કન્સાઈટમેન્ટ કલીયર કરવામા આવ્યા છે. અને કેટલી મુવમેન્ટ મોરબીના મેન્યુફેકચરને સપ્લાય થયેલ છે તે જાણી શકાશે.