ETV Bharat / state

સોશિયલ મીડિયામાં PM વિરુદ્ધ પોસ્ટ કરી તો શિક્ષકને મળી બદલીની સજા - gujaratpolice

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 6 નિરિક્ષકોની આંતરિક બદલી કરવામાં આવી છે, તો થોડા સમય પહેલા સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક શિક્ષકને બદલીની સજા મળી છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખે 6 કેળવણી નિરિક્ષકની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે.

morbi district
morbi district
author img

By

Published : Jul 16, 2020, 11:42 AM IST

મોરબી: સોશિયલ મીડિયામાં PM વિરુદ્ધ પોસ્ટ કરનાર શિક્ષકની બદલી કરાઇ છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ખોટો હોદ્દો દર્શાવી સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરનાર એક શિક્ષકને સજા ફટકારવામાં આવી છે.

મોરબી જિલ્લાના ઢવાણા ગામના શિક્ષકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરૂદ્ધમાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેને ફેસબુકમાં પોતાનો હોદ્દો એસઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યો હતો. જેથી તેની સામે ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે. મોરબીમાં સોશિયલ મીડિયામાં પીએમ વિરુદ્ધ પોસ્ટ કરનાર શિક્ષકની બદલી કરાઈ છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 6 કેળવણી નિરીક્ષકની આંતરિક બદલી કરવામાં આવી છે.

જીગ્નેશ વાઢેર નામના નવા ઢવાણા ગામના શિક્ષકને ડીપીઈઓ મયુરભાઇ પારેખ દ્વારા ફરજ મોકુફ કરવાનો હુકમ કરવમાં આવ્યો હતો. તે સમયે આ કેસની તપાસ કરવા માટે એક ટીમની પણ રચના કરવામાં આવી હતી. જે ટીમનો ફાઈનલ રિપોર્ટ આવી ગયો હતો. જેમાં શિક્ષકે લેખિતમાં તેના દ્વારા કરવામાં આવેલ ભૂલની માફી માંગવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ તેના દ્વારા નહીં કરવામાં આવે તેવી તેને લેખિતમાં બાહેંધરી આપી હતી. જેથી ડીપીઈઓ મયુરભાઇ પારેખ દ્વારા નવા ઢવાણા ગામના શિક્ષક જીગ્નેશ એચ.વાઢેરની દાહોદ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

  1. મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચંદ્રકાંત સી. કાવરની વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક-શિક્ષણ તરીકે
  2. મોરબી કેળવણી નિરિક્ષક-શિક્ષણ જિજ્ઞેશભાઈ જી. વોરાની બદલી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે
  3. ટંકારા તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ દીપાબેન બોડાની બદલી માળિયા તાલુકામાં કેળવણી નિરક્ષણ-શિક્ષણ તરીકે
  4. વાંકાનેર તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ દિનેશભાઈ આર. ગરચરની બદલી બીટ-1 મોરબી તાલુકામાં કેળવણી નિરક્ષણ-શિક્ષણ તરીકે
  5. મોરબી તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ બીટ-2ના શર્મિલાબેન બી હુંબલની બદલી કેળવણી નિરક્ષણ-શિક્ષણ તરીકે
  6. બીટ-3 મોરબી તાલુકા અને માળિયા તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ જીજ્ઞાબેન ડી. અમૃતિયાની બદલી કેળવણી નિરક્ષણ-શિક્ષણ ટંકારા તાલુકામાં કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.