ETV Bharat / state

ટંકારામાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો જનસંવેદના કાર્યક્રમ - આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ નિર્ધારીત જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાની મુલાકાતે આવી હતી. આપના આગેવાનો ટંકારા ઉપરાંત તાલુકાના નેકનામ અને લજાઈ સહિતના ગામડાઓમા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી પ્રજાના દરબારમા સીધો સંવાદ યોજ્યો હતો.

Morbi news
Morbi news
author img

By

Published : Jul 23, 2021, 9:14 PM IST

  • ટંકારામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમ યોજાયો
  • આપના નેતાઓ ઉપસ્થિત રહ્યા
  • પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાન જનસંવેદના કાર્યક્રમમાં હાજર

મોરબી: આમ આદમી પાર્ટી (AAP) ની પ્રદેશની ટીમ નિર્ધારીત જનસંવેદના કાર્યક્રમ (Public awareness program) અંતર્ગત ટંકારા તાલુકાની મુલાકાતે આવી હતી. આપના આગેવાનો ટંકારા ઉપરાંત તાલુકાના નેકનામ અને લજાઈ સહિતના ગામડાઓમા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી પ્રજાના દરબારમા સીધો સંવાદ યોજ્યો હતો. જેમા શિક્ષણ, રોજગાર, આરોગ્ય મુદ્દે સરકાર સામે અનેક સવાલો ઉઠાવી પ્રહારો કર્યા હતા.ગુજરાતની જનતા ખેતી, રોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોથી કંટાળી ગુજરાતમા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત સોમનાથથી અંબાજી સુધીના પ્રવાસે નિકળી છે. એ દરમિયાન આપની ટીમ ટંકારા ઉપરાંત તાલુકાના નેકનામ, લજાઈ સહિતના ગામડાઓમા પહોંચી હતી.

ગોપાલ ઈટાલિયાએ રાજ્યમાં સતા પરિવર્તન લાવવા અપીલ કરી

દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ (Birth place of Dayanand saraswati) ટંકારા ખાતે આવેલા આપના ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતની જનતા હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, ખેતી, રોજગારી, પાણી, ભ્રષ્ટાચારમુક્તિ અને જનસુવિધાના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહી છે અને રાજ્યમાં સત્તા પરિવર્તન લાવવા અપીલ કરી હતી.

ટંકારામાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો

કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

આ કાર્યક્રમમા પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલ, પ્રવિણ રામ, ખેડૂત અગ્રણી ગોવિંદ લાલાણી, મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપરીયા, યુવા પ્રમુખ યોગરાજસિંહ ઝાલા, ઉપપ્રમુખ સંજય ભટાસણા, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમ પટેલ, શહેર પ્રમુખ પંકજ ત્રિવેદી, ધર્મેન્દ્ર કક્કડ, પ્રકાશ દુબરીયા, પ્રકાશ ચૌહાણ, શૈલેષ ધોરીયાણી, કૌશિક પ્રજાપતી, જોસના ચૌહાણ સહિતના જોડાયા હતા.

ગોપાલ ઈટાલીયાનુ બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાયું

જન સંવેદના કાર્યક્રમ (Public awareness program) અંતર્ગત મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઈટાલીયાનુ બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાયુ હતુ અને આપનો ખોટો વિરોધ કરી રાજકીય હાથા ન બનવા અપીલ કરી હતી. આ સન્માન પ્રસંગે બ્રહ્મસમાજ ટંકારાના અગ્રણીઓ શાંતિભાઈ ત્રિવેદી, દિલીપ યાજ્ઞિક, અતુલ ત્રિવેદી, ભાવિન રાવલ, હર્ષ ત્રિવેદી સહિતનાએ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.