- ટંકારા પોલીસને મળેલી બાતમીના આધારે પાડ્યો હતો દરોડો
- ખેતરમાં જુગાર રમતા 5ને 84 હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડ્યા
- ગામ પાસેની વાડીમાં ખુલ્લામાં રમી રહ્યા હતા જુગાર
ટંકારા: ટંકારાના જબલપુર ગામના એક ખેતરમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડો પાડતા સ્થળ પરથી 5 લોકોને રોકડા 74,400 અને 10 હજારની કિંમતના 5 મોબાઈલ સાથે કુલ 84,400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
પકડાયેલા જુગારીઓના નામ
જુગાર રમતા પકડાયેલા લોકોમાં મનોજ પ્રાગજીભાઈ ફેફર, વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી, સુરેશભાઈ ઠાકરશીભાઈ પનારા, મનીષ રમેશભાઈ કાનાણી અને મહેશભાઈ ગણેશભાઈ ઘેટીયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મૂળ મોરબીના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.