ETV Bharat / state

વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા પોલીસનો લોકદરબાર - Gujarat News

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા પોલીસનો લોકદરબાર યોજાયો હતો. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા પોલીસનો લોકદરબાર

author img

By

Published : Aug 20, 2021, 2:19 PM IST

  • મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા પોલીસનો લોકદરબાર
  • 20 થી લઈને 30 ટકા સુધીની રકમ લેતા હોવાની રાવ
  • જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબાર

મોરબી: જિલ્લામાં છાશવારે વ્યાજખોરોનો ત્રાસ જોવા મળતો હોય છે. ઊંચા વ્યાજ વસુલી વ્યાજખોરો ધમકીઓ આપી લોકોનું શોષણ કરતા હોય છે. જે ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે આજે મોરબી એ ડી વીઝન પોલીસ મથક ખાતે જિલ્લા એસપીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. જેમાં 6 અરજીઓ આવી હતી.

વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા પોલીસનો લોકદરબાર

મોરબા પોલીસ મથક ખાતે પોલીસનો લોકદરબાર યોજાયો

મોરબી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પોલીસનો લોકદરબાર યોજાયો હતો. જેમાં જિલ્લા એસપી, બે ડીવાય એસપી અને વિવિધ પોલીસ મથકના થાણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં મોરબી સીટીએ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં 3 અને B ડીવીઝન પોલીસ વિસ્તારની 3 મળીને કુલ 6 અરજીઓ પોલીસને મળી હતી. જે અરજદારોને વ્યાજખોરોનો ત્રાસ હતો. જે લોકદરબાર અંગે જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ વસુલનાર ઈસમોની પ્રવૃતિઓને રોકવા માટે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. લોકો પાસે ઊંચા વ્યાજ વસુલી શોષણ કરાતું હોય તેમજ વ્યાજ અને નાણાની વસુલાત માટે ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે. તેવા અરજદારોને પોલીસ મદદ કરશે અને વ્યાજખોરોના ચુન્ગ્લથી બચાવશે તેમ જણાવ્યું હતું.

વ્યાજે લીધેલા 50,000 ની ઉઘરાણી માટે વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ

આજે લોકદરબારમાં પધારેલા મહિલા અરજદારે જણાવ્યું હતું કે, તેના પતિએ ખેતીવાડી માટે 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ ચડાવી રકમ 15 લાખ વ્યાજખોરોએ કરી નાખી છે. વ્યાજ સહિતની મોટી રકમ ચૂકવી દીધા છતાં હજુ તે લોકો ઘરે આવી હેરાન પરેશાન કરે છે. જે ફરિયાદ લઈને તેઓ લોકદરબારમાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.