- ટંકારા ગ્રામ્ય પંથકમાં તસ્કર ટોળકી સક્રિય
- ગણેશપર અને સજનપર ગામે મંદિરમાંથી દાનપેટીમાં ચોરી
- 20 હજારથી વધુના મુદામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ
- ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબી : ટંકારા પંથકમાં તસ્કરી ટોળકી સક્રિય થઇ છે અને અલગ અલગ ગામોમાં મંદિરમાં ચોરીને અંજામ નાસી જાય છે. જે મામલે ટંકારા પોલીસે ટંકારાના ગણેશપર અને સજનપર ગામે મંદિરમાં થયેલી ચોરીની પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગણેશપર અને સજનપર ગામે મંદિરમાંથી દાનપેટીમાં ચોરી
ટંકારાના ગણેશપર ગામના રહેવાસી જેરામભાઈ નાનજીભાઈ ભાગીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગણેશપર ગામે ભાગિયા પરિવારના શ્રી બહુચરજી માતાજીના મંદિરમાંથી તસ્કરો ગત તા. 30-12 થી 31-12 દરમિયાન દાનપેટીમાંથી રોકડા રૂ.12 થી 15 હજારની ચોરી કરી ગયા છે. જયારે બીજી ફરિયાદમાં ફરિયાદી સાગર મનસુખભાઈ કોરડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સજનપર ગામે આવેલ બાપા સીતારામ ગૌશાળામાં તસ્કરોએ લોક ખોલી જમીનમાં રાખેલ ગૌશાળાની દાન પેટી તોડી રૂ.7 થી 8 હજારની ચોરી કરી ગયા છે. ટંકારા પોલીસે બે મંદિરમાં ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.