મોરબીઃ કોરોના હોટસ્પોટ એવા અમદાવાદથી વધુ પાંચ લોકો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઘુસી આવ્યા હોવાથી આ પાંચ લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ પીઆઈ એસ.જી ખાંભલાએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે, ભરત કાળું ગઢવી, ભારતી એન ભરતભાઈ ગઢવી અને હેતલ ભરતભાઈ ગઢવી કોરોના લોકડાઉનમાં અવરજવર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદથી હળવદના પાંડાતીરથ ગામે આવી પહોંચ્યા હતાં. તેથી તેમના વિરુદ્ધ જાહેરનામાંનો ભંગ કરી તેમજ કોરોના વાઈરસ સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે અન્ય ફરિયાદમાં પીએસઆઈ પી.જી. પનારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી કિરીટ વીરજી કણઝારીયા અને નીલમબેન કિરીટભાઈ કણઝારીયા રહે બંને અમદાવાદ વસ્ત્રાલ વાળા કોરોના મહામારી વચ્ચે મંજુરી વિના હળવદ વાડી વિસ્તારમાં આવી જાહેરનામાંનો ભંગ કરી તેમજ કોરોના વાઈરસ સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે તમામ પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.