અમદાવાદ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાથી 130થી વધુ લોકોના મોત (Morbi Bridge Collapse) થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી મુલાકાત (PM Modi to Morbi visit) દરમિયાન દુર્ઘટનાના પીડિતોને મળશે. તો વડાપ્રધાનના આગમન પહેલા સમગ્ર મોરબી પોલીસ (Morbi Police) છાવણીમાં ફેરવાઈ ગયું છે. બીજી તરફ હજી પણ અહીં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જ્યારે રાજકોટમાં સારવાર દરમિયાન એકનું મોત થયું છે.
130થી વધુ લોકોના થયા મોત મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને 39 કલાક જેટલો સમય વિતી ચૂકયો છે, જે દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) 134 નિર્દોષ લોકોના મોત થયા છે. જ્યારે સ્થાનિક તંત્ર ઉપરાંત NDRF SDRF ટીમો, સેનાની ત્રણેય પાંખ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. અહીં અત્યાર સુધીમાં 224 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે હજી પણ રેસ્ક્યૂ કામગીરી સતત ચાલી રહી છે. તો રેસ્ક્યુ કરાયેલા લોકો પૈકી 2 નાગરિકો રાજકોટ સારવારમાં છે. તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનાને (Morbi Bridge Collapse) પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (PM Modi to Morbi visit) મોરબી આવી રહ્યા છે.
મોરબી પોલીસ છાવણીમાં ફેરવાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે મોરબી શહેર પોલીસ છાવણીમાં (Morbi Police) ફેરવાઈ ગયું છે. મોરબી સિવિલ હોસ્પિટલ વિસ્તાર, એસપી કચેરી વિસ્તાર સહિતના સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર પોલીસના બંદોબસ્ત ઉપરાંત વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ સહિતની (Morbi Police Patrolling) કામગીરી કરી રહી છે. વડાપ્રધાનના (PM Modi to Morbi visit) આગમન પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન જેવી કામગીરી પણ કરવામાં આવી હતી, જેથી વિપક્ષે આ બાબતે શાસક ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા.