- હળવદના શક્તિનગર ગામ નજીક સર્જાયો અકસ્માત
- કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત
- કુડાથી મોરબી આવતા જાનૈયાઓને થઈ ઈજા
- 8 જાનૈયાઓને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા
મોરબીઃ આ અંગે મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના કુડા (નિમકનગર) ગામે રહેતા હસન ઈબ્રાહિમભાઈ, સબીરભાઈ અબ્દુલભાઈ, અકબરભાઈ રાણાભાઈ, હસનભાઈ મોહમદભાઈ સહિતના નિમકનગરથી વરરાજાને પરણાવવા મોરબી જઈ રહ્યા હતા. ત્યારે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અમદાવાદ કચ્છ હાઈ-વે પર ઈકો કાર પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
કુડાથી મોરબી આવતા જાનૈયાઓને થઈ ઈજા
આ ઉપરોકત ચારેય વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે 4-5 વ્યકિતને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તો ઈજાગ્રસ્તોને 108ની ટીમ દ્વારા સારવાર અર્થે હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.