- હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી
- મોરબી જિલ્લામાં મગફળીની ખરીદી મોકૂફ
- 1450 જેટલા ખેડૂતોએ મોરબી તાલુકામાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું
મોરબી: સમગ્ર રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે આજે મંગળવારથી ખરીદી (Peanut purchase) શરુ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં 9000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભ પાંચમના પ્રવિત્ર પર્વ પર ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી હોય છે પણ મોરબી જિલ્લામાં આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: રાજકોટ શહેર અને જિલ્લામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો
આવતીકાલથી રાબેતા મુજબ ખરીદી શરુ થશે
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ (Meteorological Department Forecast) ની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જેથી સાવચેતીના ભાગરૂપે મગફળીની ખરીદી (Peanut purchase) આજે મંગળવારથી શરુ નહિ કરવામાં આવે તેમજ આવતીકાલે બુધવારથી ખેડૂતોને મેસેજ મોકલીને ખરીદી માટે બોલાવવામાં આવનાર હોવાની માહિતી ખરીદી અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો: વિધાનસભામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ રહ્યા હાજર, પરેશ ધાનાણીએ ગૃહપ્રધાન સંઘવીને જવાબ આપવા ન દીધો