ETV Bharat / state

મોરબીની સામાજિક સંસ્થા દ્વારા ઓક્સિજન મશીન આપશે - Oxygen machine

શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજનને લઈને પડતી હાલાકીને ધ્યાને લઈને USથી ફિલિપ્સ કંપનીના 30 જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મંગાવાયા છે. આ મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવા માટે આપવામાં આવશે.

મોરબીની સામાજિક સંસ્થા દ્વારા ઓક્સિજન મશીન આપશે

author img

By

Published : May 15, 2021, 2:15 PM IST

  • શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા સેવાયજ્ઞ
  • ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને ઓક્સિજન મશીન આપવામાં આવશે
  • ડોક્ટરોની ટીમ પણ સેવામાં જોડાઈ

મોરબી: શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજનને લઈને પડતી હાલાકીને ધ્યાને લઈને USથી ફિલિપ્સ કંપનીના 30 જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મંગાવાયા છે. આ મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવા માટે આપવામાં આવશે. કોઈ પણ દર્દી આ મશીન ડોકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ડિપોઝીટ જમા કરાવીને લઈ જઈ શકે છે. બાદમાં મશીન પરત કરીને પોતાની ડિપોઝીટની રકમ પણ પરત મેળવી શકે છે.

આ પણ વાંચો: હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

92થી 97 ટકા પ્યોરિટી વાળો ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન વસાવવામાં આવ્યું

શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા 92થી 97 ટકા પ્યોરિટી વાળો ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનમાં શક્ય હોય તો ROનું પાણી વાપરવાની સલાહ સાથે જણાવ્યું હતું કે, જ્યાં લીફ્ટ ન હોય અથવા તો વધુ નાની શેરીઓમાં પણ આ મશીન સરળતાથી લઈ જઈ શકાશે અને મશીન સારૂ કામ કરશે. પોસ્ટ કોવિડ અને કોવિડ માટે આ મશીન આશીર્વાદ રૂપ બની રહેશે. આ મશીન જ્યાં જ્યાં સેવામાં આપવામાં આવશે ત્યાં મેડિકલ ઓફિસર અને ટીમ પણ તૈનાત કરવામાં આવશે.આ સેવાયજ્ઞમાં સહયોગી ડોકટર ટીમમાં ડૉ.દિલીપભાઈ ભટ્ટ, ડૉ. જયેશભાઈ સનારિયા, ડૉ. તેજસભાઈ પટેલ, ડૉ. મનીષભાઈ સનારિયા, ડૉ. વીરેનભાઈ સંઘાણી, ડૉ. વરુણભાઈ ભટ્ટ, ડૉ. હિતેશભાઈ પારેખ અને ડૉ. ભાવિનભાઈ ચંદે કાર્યરત છે. આ ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મેળવવા માટે ક્રિપાલસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી છે.

આ પણ વાંચો: મોરબીના ઉદ્યોગપતિ દર્દીના વ્હારે આવ્યાં, સારવાર માટે મંગાવ્યા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.