ETV Bharat / state

વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ નજીક દેશી પિસ્ટલ સાથે એક ઝડપાયો - desi pistol

મોરબી : જિલ્લામાં દારૂ-જુગાર ઉપરાંત હથિયારોની હેરાફેરી પણ વધી રહી છે. જેથી હથિયારોની હેરાફેરી કરનારા શખ્સોને કાયદાનું ભાન કરાવવા LCB ટીમ કાર્યરત થઇ છે. જે દરમિયાન ઢુવા ઓવરબ્રિજ નજીકથી દેશી મેગેઝિનવાળી પિસ્ટલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

wankaner
wankaner
author img

By

Published : Jan 6, 2021, 6:46 PM IST

  • વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ નજીક દેશી પિસ્ટલ સાથે એક ઝડપાયો
  • અરુણોદયસોસાયટીમાં રહેતો ગીરીરાજસિંહ રજપૂત પાસેથી મળી પિસ્તોલ
  • મોરબી જિલ્લામાં વધી રહી છે ગેરકાયદેસર ગતિવિધિ

મોરબી : જિલ્લામાં વધતી જતી ગેરકાયદેસર ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને મોરબી LCBની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન બાતમી મળી હતી કે, વાંકાનેર અરુણોદય સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ રજપૂત નામનો શખ્સ ઢુવા ઓવરબ્રિજ પાસે ઉભો છે. આ શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર છે.

આરોપી ગીરીરાજસિંહ ચાવડાની ધરપકડ

મળેલી બાતમીને આધારે મોરબી LCBની ટીમે તુરંત સ્થળ પર પહોંચી જઈને આરોપીની તલાશી લેતા દેશી મેગેઝિનવાળી પિસ્તોલ મળી આવતા LCB ટીમે દેશી પિસ્તોલ કિંમત રૂપિયા ૧૦ હજાર કબ્જે લઈને આરોપી ગીરીરાજસિંહ ચાવડાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી રાજેશનદા રહેવાસી મધ્યપ્રદેશ વાળાનું નામ ખુલતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.