ETV Bharat / state

મોરબી: હળવદના ઘનશ્યામપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત - અકસ્માત

મોરબીના હળવદના ઘનશ્યામપુર રોડ પરથી પતિ પત્ની એક બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન જ પૂરઝડપે આવતી કારે આ બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત થયું હતું.

મોરબી
મોરબી
author img

By

Published : Dec 1, 2020, 9:59 PM IST

  • હળવદના ધનશ્યામપુર નજીકનો બનાવ
  • કારે બાઈકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત
  • પત્નીની નજર સામે પતિનું થયું મોત
  • પત્નીને ઈજા થતા સારવાર માટે ખસેડાઈ

મોરબીઃ હળવદ તાલુકાના ઘનશ્યામપુર રોડ પર પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને હડફેટે લેતાં બાઈક સવારનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે મોરબી ખસેડાઈ
હળવદના ઘનશ્યામપુરનું દંપતી વાડીએ જ હતા ત્યારે કારચાલકે બાઈકને અડફેટે લીધું હતું. બાઈકચાલક ગણપત ધનાભાઈ રાઠોડ (ઉં. 30)નું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તો તેમના પત્ની મનીષાબેનને ઈજા પહોંચતા હળવદ 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પત્નીને ઈજા થતા સારવાર માટે ખસેડાઈ તો ઈજાગ્રસ્ત મનીષાબેનને વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મનીષા ગણપતભાઈ રાઠોડે હળવદ પોલીસમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.