મોરબી: કબીર ટેકરી વિસ્તારના રહેવાસી 75 વર્ષના વૃદ્ધને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
જેમાં દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાનમાં આવી નથી. હાલ દર્દી રાજકોટ સિવિલમાં સારવારમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.