મોરબીઃ વાંકાનેરના રૂપાવટીમાં પોલીસ પર હુમલો કરનારા ઇસમને પાસા હેઠળ જેલહવાલે કરાયો હતો. વાંકાનેરના રૂપાવટી ગામે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં આરોપી સામે પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો.
મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા PSI આર પી જાડેજાની ટીમે વાંકાનેરના રૂપાવટી ગામે પોલીસ પર હુમલો કરનારા ઈસમને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ પાસા વોરંટ ઇશ્યુ કરતા હતા, ત્યારે ઇસમ વિક્રમભાઈ મેરામભાઇ ગાંગાણીની પાસા હેઠળની અટકાયત કરવામાં આવી હતી.
આ ઇસમ વિક્રમભાઈ મેરામભાઇ ગાંગાણીને ક્વોરેન્ટાઇન કરી તેની કોરોના વાઇરસ અંગે તપાસણી કરાવતા નેગેટિવ આવતા આરોપીને પાસા હુકમ બજવણી કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મુકવા તજવીજ હાથ ધરી હતી.