- નવા ઢુવામાં રહેતા આરોપી અશોક પાસેથી પોલીસે ગેરકાયદેસર બંદુક ઝડપી
- 10 કારતૂસ, મેગઝીન સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
- અવધેશ ગૌરીશંકર રાયને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબીઃ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના ઝાપા પાસેથી આરોપી અશોક રતિલાલ અણીયારીયાને ઝડપી લઈને ગેરકાયદેસર હાથ બનાવટની 1 નંગ પિસ્તોલ કિંમત રૂપિયા 20 હજાર તેમજ 10 નંગ કારતૂસની કિંમત રૂપિયા 1000 અને એક મેગઝીન કિંમત રૂપિયા 500 મળીને રૂપિયા 21,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પાનોલી GIDCમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે બે આરોપીની ધરપકડ કરી
આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ઝડપાયેલા આરોપીએ પિસ્તોલ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલા લેમ્બ કારખાનામાં રહેતા અવધેશ ગૌરીશંકર રાયવાળા પાસેથી લીધાની કબૂલાત કરી હતી. જેથી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમજ અવધેશ ગૌરીશંકર રાયને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.