માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ચુકવતા એન્જટો તેમજ IRD અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ ગામજનોએ કર્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર મકાનના બાકી રહેલા હપ્તા મેળવવા માટે રૂપિયા 20 હજાર સુધીની લાંચ માંગવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ એજન્ટોએ લાંચ લીધી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. લોકોએ અધિકારીઓને રૂપિયા પણ આપ્યા છતાં પણ મકાનના હપ્તા પાસ ન થતા વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતને પત્ર દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે. ગામજનો દ્વારા 57 પત્ર લખી રજુઆત કરવા છતાં પણ તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે.
ન્યાય સમિતિ ચેરમેન દિપકભાઈ ગોહેલે રજુઆત કરતા જણાવ્યું કે, જો તપાસ કરી યોગ્ય પગલા નહીં લેવાય તો, ગાંધી માર્ગે ચાલી આંદોલન કરવામાં આવશે.