મોરબી જિલ્લા NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ જેવા વિસ્તારમાં શાળા અને કોલેજમાં જે ડોમ બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે તે બિલકુલ અસુરક્ષિત છે.
ફાયર અને સેફટીના કોઈ સાધનો હાજર નથી હોતા થોડા સમય પૂર્વે જ સુરતમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેવી મોરબીમાં બને શું તંત્ર તેની રાહ જુએ છે ? તેમ જણાવીને સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં ડોમ ઉતારતા હોય તો મોરબીમાં કેમ નહિ ? જો કોઈ એવી દુર્ઘટના મોરબીમાં બનશે તો એના માટે જવાબદારી તંત્રની રહેશે. જેથી 8 દિવસની અંદર આવી સંસ્થા સામે કાયદેસર પગલા લેવામાં નહિ આવે તો મોરબી જિલ્લા NSUI તેના સામે ઉગ્ર વિરોધ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સાથે જ મોરબી જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા તમામ કોચિંગ ક્લાસ પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.