મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે અને માળિયા પંથકના ખેડૂતો માત્ર નર્મદા કેનાલ પર આધારિત છે. પરંતુ પાણીચોરીને કારણે માળિયાના છેવાડાના વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી.
આ મામલે ખેડૂતોએ તંત્રને ફરિયાદ હતી કે, પાણીની ચોરી થઇ ત્યાર બાદ જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચોરી રોકવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, હળવદ પંથકમાં પાણીચોરી રોકવા માટે સિંચાઈ વિભાગ, કલેકટર અને પોલીસ તંત્રએ સંકલન કરીને ત્રણ ટીમો બનાવી હતી અને તપાસ ચલાવી હતી.
જેમાં પાણીચોરી થઇ રહી છે તે બાબત ધ્યાન પર આવતા પાણીચોરી કરનાર 19 ઈસમો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ પણ કરવામાં આવી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તેમજ પાણી ચોરી રોકવા 3 ટીમો સાથે મળી પેટ્રોલિંગ કરી રહ્યા છે, પાણી ચોરી રોકવા તેમજ ખેડૂતોને પાણી મળી રહે તે માટે યોગ્ય પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.