ETV Bharat / state

માળિયામાં નીલગાયના શિકાર કેસમાં 3 આરોપીની ધરપકડ

author img

By

Published : Jul 6, 2019, 9:40 AM IST

મોરબીઃ જિલ્લાના માળિયા તાલુકાના વેણાંસર ગામે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની ધટના પ્રકાશમાં આવી છે. ધટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું હતું. નીલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને શંકાના આધારે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા.

માળિયામાં નીલગાયનો શિકાર કેસમાં 3 આરોપીને જેલભેગા કર્યા

બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના વેણાંસર ગામે સાંજના સુમારે નીલગાયનો શિકાર કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ઘટનાની જાણ થતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અનિલભાઈ, એન.જે. ચૌહાણ અને જનકસિંહ સહિતનો સ્ટાફ વેણાંસર ગામે પોહચી ગયો હતો. નીલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ 5 શખ્સો દ્વારા દેશી બંદુક વડે ગોળી મારીને નીલગાયની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનુ ફોરેસ્ટ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું.

બાદ આરોપી હનીફ સુલતાન, જુનેદ ઈસ્માઈલ અને સુલતાન હુશેન એમ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેને કોર્ટમાં રજૂ કરતા 3એ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે, તો નીલગાયના શિકારમાં ફરાર અન્ય 2 શખ્શોની શોધખોળ ચલાવવામાં આવી છે. નીલગાયના શિકારમાં આરોપીઓએ હથિયારનો ઉપયોગ કર્યો હોવાથી ,જેથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટનો અલગ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ સાથે જ 2 ફરાર આરોપીને પકડી લેવા પોલીસની ટીમો વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હથિયારોનો ઉપયોગ થયો હોવાથી આર્મ્સ એક્ટનો ગુન્હો નોંધાશે.

Intro:R_GJ_MRB_02_06JUL_MALIYA_HINTING_ACCUSSED_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_02_06JUL_MALIYA_HINTING_ACCUSSED_SCRIPT_AV_RAVIBody:
માળિયામાં નીલગાયનો શિકાર કેસમાં ત્રણ આરોપી જેલહવાલે કરાયા

હથિયારોનો ઉપયોગ થયો હોય આર્મ્સ એક્ટનો ગુન્હો નોંધાશે
         માળિયા તાલુકાના વેણાંસર ગામે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની ધટના પ્રકાશમાં આવી છે ધટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ દોડી ગયું હતું અને નીલગાયના મૃતદેહને પી.એમ માટે ખસેડીને શંકાના આધારે ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના વેણાંસર ગામે ગઈકાલે સાંજના સુમારે નીલગાયનો શિકાર કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ધટનાની જાણ થતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અનિલભાઈ, એન.જે. ચૌહાણ અને જનકસિંહ સહિતનો સ્ટાફ વેણાંસર ગામે દોડી ગયો હતો નીલગાયના મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ પાંચ શખ્સો દ્વારા દેશી બંદુક વડે ગોળી મારીને નીલગાયની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું ફોરેસ્ટ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા બાદ આરોપી હનીફ સુલતાન, જુનેદ ઈસ્માઈલ અને સુલતાન હુશેન એમ ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જેને કોર્ટમાં રજુ કરતા ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે તો નીલગાયના શિકારમાં ફરાર અન્ય બે શખ્શોની શોધખોળ ચલાવવામાં આવી છે

આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધાશે
         નીલગાયના શિકારમાં આરોપીઓએ હથિયારનો ઉપયોગ કર્યો હોય જેથી પોલીસ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટનો અલગ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી છે સાથે જ બે ફરાર આરોપીને દબોચી લેવા પોલીસની ટીમો વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.