ETV Bharat / state

દિવાળી પહેલા ફૂટ્યો ગેસ બોમ્બ: મોરબી સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 11.70 નો ભાવ વધારો

મોરબી સિરામીક ઉદ્યોગ (Morbi ceramic industry) નું હ્રદય ગણાતા ઈંધણ એવા નેચરલ ગેસના ભાવમાં દિવાળી પહેલા ગુજરાત ગેસ કંપનીએ રૂપિયા ભાવ વધારા (Natural gas prices rise) નું રોકેટ છોડવામાં આવ્યું છે. જેથી સિરામીક ઉદ્યોગકારો સમસમી ઉઠ્યા છે. એક તરફ ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટ ઠપ છે, તેવા સમયે જ બે મહિનામાં સમયાંતરે ભાવ વધારાનો ત્રીજો બોમ્બ ફોડવામાં આવતા સિરામીક ઉદ્યોગને મરણતોલ ફટકો પડયો છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Oct 31, 2021, 12:52 PM IST

  • દિવાળી પહેલા ફૂટ્યો ગેસ બોમ્બ
  • નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 11.70 નો ભાવ વધારો
  • ગેસના ભાવ વધતા સિરામિકની કમર તોડી નાખી

મોરબી: સિરામીક ઉદ્યોગ કોરોના મહામારીની બીજી લહેર પછી ડીઝલ, કોલસો, ભાડા વધારા અને રો- મટિરિયલના ભાવ વધારો અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એક્સપોર્ટમાં વિપરિત સ્થિતિને કારણે મુશ્કેલીમાં પરેશાન છે, તેવા સમયે જ છેલ્લા બે મહિનામાં રૂપિયા 5 બાદ 11.70 નો તોતિંગ ભાવ વધારો (Natural gas prices rise) કરી ગેસ કંપનીઓએ સિરામીક ઉદ્યોગની કમર તોડી નાખી છે. તો 11.70 રૂપિયા ભાવ વધારો થતાની સાથે જ સિરામીક ઉદ્યોગપતિઓમાં રોષ ફેલાયો છે.

મોરબી સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 11.70 નો ભાવ વધારો

આ પણ વાંચો: Morbi ceramic industry માં વપરાતા Natural gasના ભાવમાં 10 રુપિયાનો કમરતોડ ભાવવધારો

દરરોજનું 250 કરોડનું ભારણ વધ્યું

ગુજરાત ગેસ કંપનીના ભાવ વધારા મામલે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં સિરામીક ઉદ્યોગ આવો અસહ્ય ભાવ વધારો સહન કરી શકે તેવી સ્થિતિ નથી. નવા ભાવ વધારા (Natural gas prices rise) થી સિરામિક ઉદ્યોગ ઉપર મહિને રૂપિયા 250 કરોડનું ભારણ વધ્યું છે જે કોઈ કાળે પોસાય તેમ નથી. અગાઉના બે વખતના ગેસના ભાવ વધારાને કારણે ઉદ્યોગકારોની વર્કિંગ કેપિટલમાં ઘટાડો આવ્યો છે અને નવા ભાવ વધારાની મુસીબત આવતા હવે બેન્કો પાસેથી કેપિટલ મેળવવામાં નવી ગેરંટીની જરૂરત ઉભી થશે. જે દરેક નાના મોટા ઉદ્યોગકારો માટે મુશ્કેલરૂપ છે. તો સરકારને પણ રજૂઆત કરી હતી પણ સરકાર દ્વારા કાગળનો ડૂચો બનાવીને ફેકીં દેવામ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રાતોરાત કમરતોડ વધારો ઝીંકાયો

  • ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તા. 25 ઓગસ્ટે પણ ગુજરાત ગેસ કંપની દ્વારા રાતોરાત રૂપિયા 4.37નો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો હતો અને ટેક્ષ સહીત આ ભાવ રૂપિયા 5 થયો હતો. રાતોરાત કરાતા ભાવવધારાથી મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો અને ઉદ્યોગપતિઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો.
  • આ ઉપરાંત 6 ઓક્ટોબરે પણ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં મધરાત્રિએ એકસાથે 10 રૂપિયા જેટલો ભાવવધારો ઝીકી દેવામાં આવ્યો હતો. ટેક્સ સહિત 10.75 રૂપિયાના કમરતોડ ભાવવધારાને પગલે ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો હતો અને સિરામિક ઉદ્યોગ જે અગાઉથી હાલકડોલક સ્થિતિમાં હતો તેને પણ અસર થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.