મળતી માહિતી અનુસાર વાંકાનેરના હસનપર ગામના રહેવાસી સાગર ધીરૂભાઈ કોળી (ઉ.વ.૨૭) નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જે બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં રાજકોટ જિલ્લાના વિંછીયાનો રહેવાસી યુવાન વિપુલ વજુભાઈ રાજપરા (ઉ.વ.૨૫) વાળા યુવાને અગભી પીપળીયા નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી હતી. તે યુવાનને મનગમતી સરકારી નોકરી નહિ મળતા પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતા હોય જેથી તેને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બાબતને વાંકાનેર તાલુકા પોલીસે આત્મહત્યાના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે મોરબીમાં આત્મહત્યાના બનાવમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્યકીર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા નીખીલ પ્રવીણભાઈ આદેસણા (ઉ.વ.૨૫) વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.