ETV Bharat / state

મોરબી અને ટંકારા પોલીસ મથકમાં જપ્ત કરાયેલા 80 લાખથી વધુના દારૂનો કરાયો નાશ - વિદોશી દારૂ

મોરબી અને ટંકારા પોલીસ મથકમાં જપ્ત કરાયેલા 80 લાખથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. જેમાં કુલ 28,559 દારૂની બોટલો પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

liquor Destroy at Morbi
liquor Destroy at Morbi
author img

By

Published : Jul 21, 2020, 10:13 PM IST

મોરબીઃ શહેર અને તાલુકા તેમજ ટંકારા તાલુકાના પોલીસ મથક દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 28,559 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવીદારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

મોરબી સિટી એ ડીવીઝન, મોરબી સિટી બી ડીવીઝન, મોરબી જિલ્લા અને ટંકારા તાલુકા મથક દ્વારા વિવિધ રેડમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવાનો કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો હોવાથી જેને પગલે મંગળવારે ડેમ નજીક 79.32 લાખનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

મોરબીના ડેપ્યુટી કલેકટર શિવરાજસિંહ ખાચર, Dy. SP રાધિકા ભારાઈ ઉપરાંત મામલતદાર, સંબંધિત પોલીસ મથકના PI, PSI અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સમયાન્તરે મોરબીના ત્રણ પોલીસ મથક ઉપરાંત ટંકારા પોલીસ દ્વારા 28,559 દારૂની બોટલ ઝડપાઈ હતી. જેની કુલ 79,32,428 લાખના દારૂના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. મોરબીના ડેમ પાસે જોધપર નજીકના ગ્રાઉન્ડમાં દારૂનો નાશ કર્યો હતો.

મોરબી જિલ્લામાંથી પકડાયેલા દારૂની વિગત

3 જુલાઈ - હળવદના કોયબા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો

હળવદના કોયબા નજીકથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી. એલસીબીએ 8700 દારૂની બોટલ સહિત કુલ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

2 જુલાઈ - મોરબીમાં વિદોશી દારૂનો જથ્થો અને પિસ્તોલ સહિત 1 આરોપીની ધરપકડ

મોરબીના ખાનપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં બાતમીના આધારે એલસીબીએ રેડ કરતા વાડીની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો તેમજ હથિયાર મળી આવ્યું હતું. એલસીબીએ દારૂના જથ્થા અને હથિયાર સહિત કુલ 1.8 લાખનો મુદામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી હતી.

29 જૂન - વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાંથી બોલેરો ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં પોલીસ દ્વારા રેડ પાડી બોલેરો ગાડીમાં રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે રૂ. 10,49,500નો કુલ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.