ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના કારણે 4 અઠવાડિયામાં 31,000થી વધુ પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા, મોરબી કોંગ્રેસનો દાવો - મોરબી કોંગ્રેસ

રાજ્યમાં કોરોના મહામારીના સમયમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસે ન્યાયયાત્રા શરૂ કરી છે. ત્યારે આ ન્યાયયાત્રા અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા નીદ્ત બારોટ મોરબી આવ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે.

રાજ્યમાં કોરોનાના કારણે 4 અઠવાડિયામાં 31,000થી વધુ પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા, મોરબી કોંગ્રેસનો દાવો

author img

By

Published : Sep 21, 2021, 4:04 PM IST

  • મોરબીમાં કોંગ્રેસે કોવિડ ન્યાયયાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજી
  • કોંગ્રેસે પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારની ખોલી પોલ
  • કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવા માગ

આ પણ વાંચો- કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાનું જૂનાગઢમાં નિવેદન કોરોનાને કારણે રાજ્યના અઢી લાખ લોકોએ ગુમાવ્યો જીવ

મોરબીઃ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા અંતર્ગત 2 અઠવાડિયામાં 22,000 કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ કોરોનામાં સ્વજન ગુમાવનારાઓને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસ પક્ષે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને ફોર્મ ભરવા આપ્યા હતી, જેમાંથી 31,850 ફોર્મ ભરીને પરત આવ્યા છે. આથી ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીનો આંક 10,081 સત્તાવાર રીતે દર્શાવ્યા છે, જેનાથી ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર 4 અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષને કોવિડ 19 ન્યાયયાત્રામાં સામે આવી છે. આમાં રાજ્યના 4 ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 11,208, ઉત્તર ઝોનમાં 8045, મધ્ય ઝોનમાં 5136 અને દક્ષિણ ઝોનમાં 7461 મળીને કુલ 31,850 પરિવારજનોએ કોરોનામાં તેમના સ્વજનો મૃત્યુ પામ્યા હોવાની માહિતીના ફોર્મ ભરી આપ્યા હતા.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવા માગ

આ પણ વાંચો- અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' અને સુરતમાં 'નમસ્તે ભાઉ' કાર્યક્રમના કારણે કોરોના પ્રસર્યો, 20 હજારથી વધુના મોત: ડો. તુષાર ચૌધરી

ન્યાય યાત્રામાં કોંગ્રેસ પક્ષની માગ

મોરબીમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા નીદ્ત બારોટે કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર, કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ અને હોસ્પિટલના ખર્ચના રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન/પરિવારજનો પૈકી કાયમી નોકરી આપવાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.