મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, ત્યારે વધુ સાત દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કોરોના કહેર વચ્ચે વધુ નવ દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
શહેરમાં નવલખી રોડ બોખાની વાડીના 30 વર્ષના પુરુષ, ચંદ્રેશનગરના 57 વર્ષના પુરુષ, ત્રાજપર ચોકડીના 55 વર્ષના પુરુષ, વજેપર 15 નં ના 30 વર્ષના પુરુષ તેમજ તાલુકા પોલીસ લાઈનમાં રહેતા 35 વર્ષના મહિલા, કાયાજી પ્લોટના 50 વર્ષના પુરુષ અને વિઠ્ઠલનગરના રહેવાસી મહિલા ડોક્ટરના 54 વર્ષના માતા એમ કુલ સાત લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે બીજી બાજુ નવ દર્દીઓએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા લઈ પોતાના ઘરે પહોંચ્યા છે. મોરબી જિલ્લામાં નવા સાત કેસો સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 136 પર પહોંચ્યો છે.