મોરબીઃ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને સંભવિત વાવાઝોડાને પગલે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોની જણસને નુકશાનથી બચાવવા માટે મોરબી માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સંભવિત વાવાઝોડાને પગલે મોરબી જલ્લામાં પણ તંત્ર એલર્ટ બન્યું છે. મોરબી જિલ્લામાં નવલખી બંદર આવેલું હોવાથી વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. વળી વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ થઇ શકે તેવી સંભાવનાને પગલે તકેદારીના ભાગરૂપે બે હોવાથી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.
વાવાઝોડું અને વરસાદની આગાહીને પગલે આજથી મોરબી માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રાખવામાં આવ્યુ છે. જેથી ખેડૂતોને પોતાની કૃષિ જણસો ન લાવવા સુચના આપવામાં આવી છે.
ખેડૂતોની કૃષિ જણસો વરસાદમાં પલળીને ખરાબ ન થાય અને ખેડૂતોને નુકશાનીથી બચાવી શકાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી તારીખ 3 અને 4 એમ બે દિવસ યાર્ડ બંધ રહેશે અને તારીખ 5 જુનથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરુ થશે તેમ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા અને માર્કેટિંગ યાર્ડ કમીશન એજન્ટ એસોના પ્રમુખ રજનીભાઈ બરાસરા પાસેથી જાણવા મળ્યું છે.
જોકે, મોરબી માર્કેટિંગ યાર્ડ ઉપરાંત મોરબી જિલ્લામાં આવેલા હળવદ અને વાંકાનેર યાર્ડમાં કામકાજ ચાલુ રહેશે.