પ્રપ્ત માહિતી મુજબ વાઘપરા વિસ્તારની શેરીનં-13માં દૂષિત પાણી એક માસથી આવે છે. તેમજ ગંદકી સહિતના પ્રશ્નો અંગે અનેક રજૂઆતો કરી હોવા છતા કોઇ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો ન હતો. પરિણામે મહિલાઓ અને પુરૂષોનું ટોળુ પાલિકા કચેરીએ પહોંચી ગયું હતું.
જો કે, રાબેતા મુજબ પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર પાલિકા કચેરીએ હાજર ન રહેતા મહિલાઓનું ટોળું વિફર્યું હતું અને ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. મહિલાઓ પોતાની સાથે દૂષિત પાણી તંત્રને બતાવવા સાથે લાવ્યા હતા. પરંતુ લત્તાવાસીઓની અરજ સંભાળનાર કોઈ મળ્યું ન હતું. ત્યારે પ્રશ્નનો નિરાકરણ લાવવા માગ કરી હતી અને જો પ્રશ્નો ન ઉકેલાય તો પાલિકા કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.