પ્રથમ બનાવમાં મોરબી જિલ્લા પોલીસ વડા તથા DYSP વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના PSI આર.બી.ટાપરીયાની સુચનાથી પોલીસ સ્ટાફ મુકેશભાઈ ચાવડા, સંજયભાઈ મૈયડ, યોગેન્દ્રસિંહ જાડેજા અને શૈલેષભાઈ પટેલ સહીતની ટીમ પેટ્રોલિંગ કર્યુ હતું.
મોરબી તાલુકાના નવા મકનસર ગામે ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયદીપસિંહ ઉર્ફ બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી આર.બી.ટાપરીયાને મળતા ત્યાં દરોડા પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-55 કીમત રૂ.27,5000ના જથ્થા સાથે આરોપી જયદીપસિંહને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં મોરબી જિલ્લા પોલીસ વડા DYSP જે.એમ.આલના માર્ગદશન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના PSI. આર.પી.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર નેશનલ હાઈવે પર એક શંકાસ્પદ હાલતમાં ફોર્ડ કંપનીની આઇકોન કાર ચાલક નીકળતા તેનો પીછો કરતા કાર ચાલક કાર મૂકી નાશી ગયો હતો અને પોલીસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ અને ચપલા નંગ-233 કીમત રૂ.29, તથા ફોર્ડ કંપનીની કાર જીજે 01 એચ જી 0554 કીંમત રૂ.80,000 એમ કુલ મુદામાલ 1,09,9000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.