માળિયા નગરપાલિકાના કાઉન્સીલર અને ભાજપના મહામંત્રી આમીન ભટ્ટીએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયાના જાજાસર ગામની બાજુમાં મીઠા ઉત્પાદન માટે 10એકરથી લઇ50એકર સુધીની જમીન સરકાર તરફથી આપવામાં આવી છે.સરકાર દ્વારાપાળો બનાવવા અંગે નિયમો નક્કી કરવામાંઆવ્યા છે.આ શરતો મુજબ દરેક મીઠા ઉત્પાદકોએ મંજૂર કરેલી જમીન વચ્ચે અંતર છોડવાનું નક્કી કરવામાં આવ્યુછે.

જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને જમીનમાં સરકાર દ્વારાજે નિયમો પાળો બનાવવા અંગેના નક્કી કરવામાં આવ્યા છે.તેનાથી વધારે ઉંચાઈવાળા પાળા બાંધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વર્ષ 2017માંમચ્છુ નદીનું પાણી ચેકડેમો મારફતે દરિયામાં જવાને બદલે જાજાસર ગામની ખેતીની જમીન અને ઘરોમાં ભરાયું હતું. માળિયાના મામલતદાર દ્વારા રોજકામ કરીને આ પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરી હતી અને નોટીસ મારફત સૂચના આપી હતી.

મીઠા માફિયાઓને જાણે સરકારનોભય ના હોય અને માનવ જિંદગીની કોઈ કિંમતનાહોય તેમ ગેરકાયદેસર મીઠાનાઉત્પાદનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેથી આવનારા સમયમાં ચોમાસા દરમિયાન જાજાસર ગામમાં ફરીથીપાણી આવશેઅને ખેતીની જમીન તેમજ જાનમાલને નુકશાન થાય તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્નઉઠી રહ્યો છે.આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.