ETV Bharat / state

મોરબી સ્પેશિયલ કોર્ટે હેડ કોન્સ્ટેબલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર - prohibition case

વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ 50,000 લાંચ લેવાના ગુનામાં ફરાર થઈ ગયો હતો. જેની રાજકોટ ACBની ટીમે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે 9 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબી ACB ટીમે ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી અને પ્રોહિબિશનના કેસમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વતી રૂપિયા 50,000ની લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાની ધરપકડ કરી હતી.

Morbi Special Court grants 3 days remand to accused head constable in bribery case
મોરબી સ્પેશિયલ કોર્ટે હેડ કોન્સ્ટેબલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
author img

By

Published : Nov 7, 2020, 6:23 PM IST

  • લાંચ કેસમાં મોરબી સ્પેશિયલ કોર્ટે હેડ કોન્સ્ટેબલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
  • હેડ કોન્સ્ટેબલ 50,000ની લાંચ લેવાના ગુનામાં થયો હતો ફરાર
  • રાજકોટમાંથી ACBની ટીમે આરોપીની ધરપકડ કરી
  • આરોપીને મોરબી સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો

મોરબી: વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ 50,000 લાંચ લેવાના ગુનામાં ફરાર થઈ ગયો હતો. જેની રાજકોટ ACBની ટીમે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે 9 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબી ACB ટીમે ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી અને પ્રોહિબિશનના કેસમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વતી રૂપિયા 50,000ની લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાની ધરપકડ કરી હતી.

કોન્સ્ટેબલ કિરીટસિંહની ધરપકડ

સમગ્ર ઘટનાના પગલે આરોપી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. આ મામલે તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલ રાજકોટ વકીલની ઓફિસે સલાહ લેવા આવ્યો હતો. જેથી બાતમીના આઘારે ACBની ટીમે વોચ ગોઠવી હતી અને વકીલની ઓફીસ બહાર નીકળતા જ કોન્સ્ટેબલ કિરીટસિંહની ધરપકડ કરી હતી.

હેડ કોન્સ્ટેબલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ઝડપાયેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યમાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. જે બાદ આરોપીને મોરબી સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી પોલીસે રિમાન્ડ મેળવી મિલકત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.