ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા એલ ઈ કોલેજ ગ્રાઉન્ડ પર સૂર્યગ્રહણ પ્રત્યક્ષ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગ્રહણ જોવા માટે મોરબી જીલ્લાની સરકારી અને બિન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો અને સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને ડર દુર કરી જાગૃતિ લાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રત્યક્ષદર્શી જણાવી રહ્યા છે કે, આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી દરેક આનો લાભ લઈને સૂર્યગ્રહણ નિહાળે અને સમાજમાં રહેલા અંધશ્રદ્ધાને દુર કરે.