- ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ( Duplicate Remdesivir Injection Case )માં ઝડપાયેલ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર
- ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાડ ( Duplicate Remdesivir Injection Case )માં આંતર રાજ્ય તપાસનો ધમધમાટ
- અત્યાર સુધીમાં 29 આરોપીઓને મોરબી પોલીસે ઝડપી લીઘા
મોરબી : રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડ ( Duplicate Remdesivir Injection Case ) મોરબી જિલ્લા LCBની ટીમ દ્વારા પકડાયું હતું. જેની તપાસ દરમિયાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી. બીજા રાજ્યમાંથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા. રાજ્યના અનેક શહેરો તેમજ મધ્ય પ્રદેશ સુધી તપાસ લંબાવીને ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ( Duplicate Remdesivir Injection Case )માં અનેક આરોપીને ઝડપીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
ઝડપાયેલા ત્રણ આરોપીઓના 9 સુધીના રિમાન્ડ મંજૂર
જેમાં આરોપી જય પ્રહલાદભાઈ શાહ - અમદાવાદ, મહમદસુભાન મહમદસયદ - અમદાવાદ અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા - મધ્ય પ્રદેશ એમ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આગામી 9 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્યાર સુધીમાં ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડ( Duplicate Remdesivir Injection Case )માં પોલીસે 29 લોકોને ઝડપી લીધા છે અને હજૂ પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો -
- કડીમાં રેમડેસીવીરના કાળા કારોબારમાં આરોપી ગુડ્ડીના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં ધકેલાઈ
- રેમડેસીવીરની કાળાબજારી મામલે સુરત કોર્ટનો આદેશ, બે ડોક્ટરોએ 15 દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા આપવી પડશે
- રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ
- રાજકોટમાં ઈન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યું બહાર
- રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું