મોરબીના બગથળા ગામના વતની અને હાલ મોરબીના સ્થાયી નીલેશભાઈ ધરમશીભાઈ કાંજીયાએ બાઈક પર 1800 કિમીથી વધુનું અંતર કાપી જમ્મુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત પ્રથમ ધ્વજવંદન સમારોહમાં સહભાગી બન્યા હતા.
આ વિશે નીલેશભાઈ જણાવે છે કે, કલમ-370 અને 35-A ની નાબુદી બાદ જમ્મુ-કાશ્મીરના લોકો ખરેખર હવે આઝાદ થયા હોય તેવો ભાવ જોવા મળ્યો હતો. જમ્મુના આ પ્રવાસમાં તેઓ એક સપ્તાહે પહોંચ્યા હતા અને એક સપ્તાહ પરત ફરવામાં લાગ્યું હતું. જમ્મુ જવા આવવા ઉપરાંત રસ્તામાં પંજાબના અમૃતસર મંદિર, રાજસ્થાનમાં ફરીને તેઓ 4 હજાર કિમી જેટલો પ્રવાસ ખેડીને પરત ફર્યા છે. ૧૫ દિવસનો આ પ્રવાસ તેના જીવનનો યાદગાર પ્રવાસ હોવાનું પણ જણાવ્યું હતું.