ETV Bharat / state

Morbi Crime News: પતિએ પત્નીની હત્યા કરી મોરબીમાં અને મૃતદેહ લઈ 450 કિમી દૂર છોટાઉદેપુર પોલીસ સમક્ષ સરેન્ડર થયો - મોરબી પોલીસને સોંપાયો કેસ

મોરબીમાં હત્યાનો અજબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ મૃતદેહ લઈ વતન છોટાઉદેપુર જતો રહ્યો. છોટાઉદેપુરના ઝોઝ પોલીસે 0 નંબરની ફરિયાદ નોંધીને સમગ્ર કેસ મોરબી પોલીસને સોંપ્યો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

પતિએ પત્નીની હત્યા કરી મોરબીમાં અને મૃતદેહ લઈ 450 કિમી દૂર છોટાઉદેપુર પોલીસ સમક્ષ સરઅન્ડર થયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 5:19 PM IST

મોરબીમાં હત્યાનો અજબ કિસ્સો સામે આવ્યો

મોરબીઃ ખાનપર ગામે એક પરિવાર ખેતરમાં મજૂરી કામ કરતો હતો. જેમાં પતિ, પત્ની અને બે બાળકો હતા. પતિએ રાત્રે પત્નીની કરપીણ હત્યા કરી દીધી હતી. પતિ મૃતદેહ લઈ વતન છોટાઉદેપુર પહોંચી ગયો હતો. છોટાઉદેપુરના ઝોઝ પોલીસે 0 નંબરની ફરિયાદ નોંધીને સમગ્ર કેસ મોરબી પોલીસને સોંપ્યો છે.

સમગ્ર ઘટનાક્રમઃ છોટાઉદેપુરના નવા ગામના રહેવાસી અને મોરબીમાં ખાનપર ગામે રાજેશ ડાવેરાના ખેતરમાં ખેતમજૂરી કરતા પરિવારમાં અજબ કિસ્સો બન્યો છે. આ ખેતરમાં રેમલાભાઈ નાયકા પોતાની પત્ની જીણકીબેન નાયકા, પોતાના પુત્ર હસમુખ નાયકા, પુત્રવધુ નીતા નાયકા, બીજા પુત્ર સચિન નાયકા સાથે રહેતા હતા. બનાવની રાત્રે રેમલાભાઈ અને તેમના પત્ની જીણકીબેન ઝુંપડીમાં અને બહારના ભાગે બે પુત્રો અને પુત્રવધુ ખુલ્લામાં સુતા હતા. મોડી રાત્રે કોઈ બાબતે બોલાચાલી થઈ. જેમાં આવેશમાં આવી જઈ રેમલાભાઈએ પત્ની જીણકીબેન પર દાતરડાથી માથાના ભાગે હુમલો કરી દીધો. જીણકીબેન આ જીવલેણ હુમલાથી જમીન પર પડી ગયા. અવાજ થતા મોટો પુત્ર હસમુખ દોડીને અંદર આવ્યો. તેણે જોયું તો પિતાના હાથમાં લોહીથી ખરડાયેલ દાતરડું હતું અને લોહીલુહાણ અવસ્થામાં માતા જમીન પર પડી હતી. હસમુખે માતાની તપાસ કરતા તે મૃત્યુ પામી હતી. ત્યારબાદ ખેતરના માલિકને જાણ કરવામાં આવી. ખેતરના માલીકે એક ગાડી ભાડે કરી મૃતદેહની સાથે સમગ્ર પરિવારને વતન છોટાઉદેપુર રવાના કરી દીધો. જો કે પરિવાર મૃતદેહને લઈને છોટાઉદેપુરના ઝોઝ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઝોઝ પોલીસે હત્યારાના પુત્ર હસમુખની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝોઝ પોલીસે મૃતદેહ અને હત્યારાને મોરબી પોલીસને હવાલે કર્યા હતા.

અહો આશ્ચર્યમ્ !!!: હત્યારો પતિ પત્નીના મૃતદેહને ખાનગી કારમાં લઈને મોરબીથી 450 કિમી દૂર પોતાના વતન છોટાઉદેપુર પહોંચી ગયો હતો. આ ઘટનાની ખબર ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. હત્યા મોરબીમાં થઈ અને વતનના ઝોઝ પોલીસ સ્ટેશનમાં લાશ સાથે હત્યારો હાજર થતા આશ્ચર્ય ફેલાઈ ગયું હતું.

હત્યારો અને પરિવાર મોરબી પોલીસને જાણ કર્યા વગર ભાડાની ગાડી કરી, છોટાઉદેપુરના ઝોઝ પોલીસ પોલીસે સ્ટેશન આવી પહોંચ્યા હતા. મૃતક મહિલાના પુત્રની ફરિયાદને આધારે ઝોઝ પોલીસે 0 નંબરની ફરિયાદ નોંધી છે અને સમગ્ર કેસ મોરબી પોલીસ સ્ટેશનને સોંપેલ છે...પી.એચ. વસાવા, PI, ઝોઝ પોલીસ સ્ટેશન, છોટાઉદેપુર

  1. Morbi News : મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં જેલમાં રહેલા કેદીનું મૃત્યુ
  2. નવલખી પોર્ટ પર આધેડની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.