- ભુજમાં સોનાની દુકાનમાં ચોરી કરનાર શખ્સ મોરબી LCB દ્વારા ઝડપાયો
- રૂ. 14.14 લાખના મુદામાલની ચોરી કરી ત્રણેય શખ્સો ફરાર થયા
- ઝડપાયેલો આરોપી ઈરાની ગેંગનો સભ્ય હોવાની માહિતી મળી
મોરબી: ભુજ શહેરમાં જીલ્લા પંચાયત કચેરી સામેના સેવંતી કોમ્પ્લેક્ષમાં આવેલી કેશવલાલ જેઠાલાલ જ્વેલર્સ નામની દુકાનમાં ગઈકાલે સવારે 10 વાગ્યાના બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દુકાનમાં સોનાના સિક્કા ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશ કરી નજર ચુકવીને દુકાનના ટેબલના ગલ્લામાં રાખેલા સોનાના સિક્કા તથા સોનાનું રો મટીરીયલ વજન આશરે 272 ગ્રામ જેની કિંમત 14,14,400 ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે પોલીસ કંટ્રોલરૂમ તરફથી નાકાબંધીનો મેસેજ મળતા મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાની સુચના તથા LCB PI વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBના PSI એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો નાકાંબંધીમાં મોરબીની રવિરાજ ચોકડી પાસે હતા ત્યારે LCB ના નિર્મળસિંહ જાડેજા તથા આશીફભાઇ ચાણક્યાએ ફિરોજઅલી મનસુરઅલીની ધરપકડ કરી હતી.
આરોપી મોરબી-કંડલા બાયપાસ રોડ પર બાઈક પર આવતો હતો
આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને ગુલામ અબ્બાસ શોકતઅલી શેખે આર્થીક સગવડ કરી આપી ટ્રેન રસ્તે અમદાવાદ મુકામે બોલાવ્યો હતો અને ત્યાંથી બસ રસ્તે ગાધીધામ ખાતે ગયો હતો અને ત્યાં આગળ પોતાને ગુલામ અબ્બાસ શોકતઅલી તથા ગુલામ નાશીરહુશેન શેખને મળી અને ત્યાંથી ભુજ મુકામે ત્રણેય ઇસમો આવ્યા હતા અને સોનીની દુકાનમા ચોરી કરી હતી અને તે ગુલામ અબ્બાસ શોકતઅલી શેખને લઇ પ્લાન મુજબ અમદાવાદ જતો હતો તેમજ ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ તથા ગુલામ નાશીરહુસેન શેખ ચોરીમાં મળેલો મુદ્દામાલ લઇ અન્ય રસ્તેથી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલો આરોપી ઈરાની ગેંગનો સભ્ય હોવાની માહિતી મળી
વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, હાલમાં પકડાયેલ આરોપી તથા પકડાવાના બાકી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ અને ગુલામ નાશીરહુસેન શેખ ઇરાની ગેંગ સાથે સંકડાયેલા છે આમ ભુજમાં થયેલ 14.14 લાખના સોનાની ચોરીના ગુનામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક આરોપીને પકડી લીધલ છે.