મોરબીઃ જિલ્લો અને તેની આસપાસના વિસ્તારમાં 160 જેટલા ઘડિયાળના નાના-મોટા ઉદ્યોગ આવેલા છે અને વાર્ષિક 1200 કરોડ જેટલું ટનઓવર ધરાવે છે. પરંતુ હાલ સરકાર દ્વારા ઉદ્યોગને મંજૂરી આપવમાં આવી છે, જેથી હાલમાં મોરબી અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા 10થી 15 જેટલા ઉદ્યોગ શરૂ થયા છે. જેથી કલોક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, અમારા ઉદ્યોગમાં 12000 જેટલી મહિલાઓ કામ કરે છે અને તે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને હાલમાં પરિવહન શરૂ થઇ ગયું હોવાથી ઉદ્યોગ ફરી ધમધમતો થઇ રહ્યો છે. પરંતુ ઉત્પાદનમાં મોટો ઘટાડો આવ્યો છે અને આંતર રાજય બજારો અને વૈશ્વિક બજારો પણ હાલ મંદીમાં છે, જેથી ઉત્પાદનનું વેચાણ થઇ શકતું નથી, જેથી રીટેલ માર્કેટ શરૂ થશે તો ઘડિયાળ ઉદ્યોગ ફરી દુનિયાને સમય બતાવશે અને ઘડિયાળએ જીવન જરૂરી વસ્તુ નથી તે મોટા ભાગે ગીફ્ટ આપવામાં વધારે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, જેથી હાલમાં ડીમાંડ નથી.
મોરબીના ઘડિયાળ ઉદ્યોગના અગ્રણી ઉધોગપતિ જયેશભાઈ શાહ જણાવ્યું કે, સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા અમે ઉદ્યોગ શરૂ કર્યો છે અને અમારા કારખાનામાં 400 જેટલી મહિલાઓ રોજગારી મેળવી છે. હાલમાં અમે ઉત્પાદન તો શરૂ કર્યું છે. પરંતુ આંતર રાજ્ય બજારો બંધ હોવાથી ડીમાંડ નથી અને માલ વેચાણ થતો નથી જો 7-8 દિવસમાં બજારો નહીં ખુલે તો ઘડિયાળ ઉદ્યોગ ફરી બંધ કરવાની ફરજ પડશે, તો મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે ટંકારા તાલુકાના મેઘપર ગામથી કારખાનામાં કામ માટે છેલ્લા 7 વર્ષથી કામ કરે છે, હાલમાં જે કર્મચારીઓ ઓછા આવવાથી કામનું ભારણ છે. પણ માલનું વેચાણ થતું નથી. અમે સોશિયલ ડીસ્ટસિંગ અને માસ્ક પહેરીને કામ કરી છીએ.
મોરબીના ઘડિયાળ ઉદ્યોગ સાથે ગીફ્ટ આર્ટીકલનો ઉદ્યોગ પણ સંકળાયેલો છે અને ગીફ્ટ આર્ટીકલનું ઉત્પાદન પણ સાવ ઓછા પ્રમાણમાં થાય છે. હાલમાં આંતરરાજ્ય બજારો બંધ છે અને લોકો જીવન જરૂરી વસ્તુની ખરીદી જ કરી રહ્યા છે અને ઘડિયાળ જીવન જરૂરી વસ્તુમાં આવતી નથી અને પાર્ટી, લગ્ન સહિતના ફંકશન થતા ન હોવાથી ડીમાંડ પણ ઓછી થઇ છે.