પૈસા કમાવવા માટે લોકોના જીવ સામે જોખમ ઉભું કરવાના કોલગેસીફાયર કંપની દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની સામે મયુર નેચર કલ્બ સખત વિરોધ નોંધાવે છે. કોલગેસીફાયરને ફરી શરૂ કરાવવા માટે જે કંપનીઓ તુત રચી રહી છે. પર્યાવરણ પ્રેમી સીરામીક ઉદ્યોગકારો અને મોરબી સીરામીક એસોસિએશનએ પણ આ મામલે અવાજ ઉઠાવવો જોઈએ. પર્યાવરણપ્રેમી જનતા તેમજ આગેવાનોએ જાહેરમાં આવીને અંગત સ્વાર્થ માટે પ્રદુષણ ફેલાવવાના કારસા સામે લડત આપવી જોઈએ.
એક તરફ પ્રદૂષણના કારણે આજે ઘાતક રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉપરથી વાતાવરણને પણ પ્રદુષણને કારણે ગંભીર અસર પહોંચી રહી છે. ત્યારે માનવ જીવનના હિતાર્થે તમામ લોકોએ પણ પ્રદુષણ સામે વિરોધ નોંધાવવો જોઈએ. કોલગેસીફાયર પુનઃશરૂ કરવાના ષડયંત્ર સામે જરૂર પડ્યે મયુર નેચર કલબ સહિતની સંસ્થાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી છે.