ટંકારામાં લજાઈથી નસીતપર વચ્ચે નર્મદા લાઈનમાંથી ઓદ્યોગિક એકમો ગેરકાયદેસર કનેક્શન લઈને પાણીચોરી કરતા હોય જેને પગલે આજે મામલતદાર ટીમ અને પાણી પુરવઠા ટીમ દ્વારા ગુરૂવારના રોજ પાણીચોરી કરનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧૩ થી ૧૪ એકમો દ્વારા ગેરકાયદેસર કનેક્શન લઈને પાણીચોરી કરવામાં આવતી હતી જેને કાપી નાખવામાં આવ્યા છે. તેમજ એકમોને દંડ પણ ફટકારવામાં આવશે તદઉપરાંત સ્ટેમ્પ પર બાહેંધરી લેવામાં આવશે કે હવે તેઓ કનેક્શન દ્વારા પાણીચોરી નહિ કરે અને ત્યારબાદ ફોજદારી કાર્યવાહી સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ગુરૂવારના રોજ પાણીચોરી માટેના કનેક્શન કાપવાની કામગીરીમાં પાણી પુરવઠા ટીમના કૌશિક પી બંદાણીયા, એચ આર રાજપરા સહિતની ટીમ સ્થળ પર ગઈ હતી અને નસીતપર નજીકના ઓદ્યોગિક એકમો દ્વારા લેવાયેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને પાણીચોરી રોકવા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.